International Kite Festival: તસવીરોમાં જુઓ ધોલેરામાં ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઝલક
International Kite Festival PHOTO: ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL) એ ગુજરાત ટુરિઝમના સહયોગથી પહેલી વખત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વિશેષ પ્રસંગમાં મુખ્ય મહેમાન ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ વિભાગના રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા ઉપસ્થિતિ રહ્યા હતા.
સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલા વિશેષ કાર્યક્રમમાં વિશ્વભરના આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થયા હતા.
કેનેડા, યુએસ, રશિયન ફેડરેશન, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, ઈજીપ્ત, સાઉદી અરેબિયા અને અન્ય ઘણા દેશોના કાઈટ ફ્લાયર્સ આવ્યા હતા.
ધોલેરા ખાતેના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૮ દેશોમાંથી ૪૨ પતંગબાજો અને ૪ ભારતીય રાજ્યોમાંથી ૨૬ પતંગબાજો અને ગુજરાતમાંથી ૨૫ પતંગબાજો મળીને કુલ ૯૮ પતંગબાજો સહભાગી થયા હતા.
આ પતંગબાજોએ તેમના અવનવા પતંગોને ચગાવી કાર્યક્રમને જીવંત અને રંગીન બનાવી દીધો હતો.
આ વર્ષનો પતંગોત્સવ G20 થીમ પર છે.
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે ગુજરાતની ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક નવું પ્લેટફોર્મ આપ્યું છે.