કડક અધિકારીની છાપ ધરાવતા IPS ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જિલ્લા પોલીસવડાનો ચાર્જ સંભાળ્યો
પોરબંદર: ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ 70 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરના ઝોન 7ના ડીસીપી ભગીરથસિંહ જાડેજાની પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે બદલી કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકડક અધિકારીની છાપ ધરાવતા IPS અધિકારી ભગીરથસિંહ જાડેજાએ મંગળવારે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની જાહેરહિતમા બદલી થતાં તેમના સ્થાને ભગીરથસિંહ જાડેજાને મૂકવામાં આવ્યા છે.
પોરબંદર એસ.પી ઓફિસ ખાતે મંગળવારે IPS અધિકારી ભગીરથસિંહ જાડેજાએ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
પોરબંદર શહેરને નવા જિલ્લા પોલીસવડા મળ્યા છે.
ભગીરથસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા આ તકે જિલ્લાના પોલીસ અધિકારીઓએ એસપી ભગીરથસિંહ જાડેજાનું સ્વાગત કર્યું હતું.
ભગીરથસિંહ જાડેજા અમદાવાદ શહેરના ઝોન 7માં ડીસીપી તરીકે ફરજ બજાવી હતી. આ પહેલા તેઓ કચ્છમાં ફરજ બજાવી ચૂક્યા છે.
પોલીસ અધિકારીઓએ એસપી ભગીરથસિંહ જાડેજાનું સ્વાગત કર્યું હતું.