Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઇ વધારો નહીં થાય. આવનારા 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પુર્વીય સાયક્લોનીક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચુ જવાની સંભાવના નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે.
અમદાવાદમાં 41.6 ડીગ્રી, ગાંધીનગરમાં તાપમાન 41.2 ડિગ્રી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે. આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં તાપમાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે.અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.