Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આજથી છ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજથી આગામી 6 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં માવઠાની શક્યતા છે.
13 મેએ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 14 મેના રોજ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી છે.
રાજ્યના ઘણાં ભાગોમાં આજે તથા આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કેટલાક ભાગોમાં વરસાદ સાથે હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદની આગાહી સાથે તાપમાનમાં ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે.
આકરી ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 7 દિવસ સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે.
સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટમાં આ બે દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ છે.