પત્ની અને બાળકોને સાથે રાખી પોલીસકર્મી દમણથી વિદેશી દારૂની હેરાફેરી કરતો, જાણો કઈ રીતે ઝડપાયો ?
વલસાડ: વલસાડના નેશનલ હાઇવે પર આવેલ ધમડાચી ગામેથી ભરૂચના પોલીસ કર્મચારીને દારૂ સાથે વલસાડ LCBS ઝડપી પાડ્યો હતો. વલસાડના નેશનલ હાઇવે નંબર 48 પર એક પરિવાર કારમાં દારૂનો મોટા જથ્થો લઈ જતું હોવાની બાતમી પોલીસને મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાતમીને લઈ LCBએ વોચ ગોઠવી કાર અટકાવી તપાસ કરતા કારમાંથી દારૂ મળી આવ્યો હતો. કાર ચલાવનાર આરોપીનું નામ દિપક પરમાર છે. જે ભરૂચ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે.
આ પોલીસ કર્મચારી પોતાના બાળકો અને પત્ની સાથે દારૂની હેરફેર કરી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા ઝડપી પાડી બંનેની અટકાયત કરી હતી.
આ સમગ્ર મામલે ડુંગરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એલસીબીએ 87 હજારના દારૂ સાથે પોલીસ કર્મચારી અને તેના પરિવારને ઝડપી પાડ્યો છે. દમણથી દારૂ લઈ હેરફેર કરતો હતો પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી વધુ તપાસ ડુંગરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.