Kutch: કચ્છ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યો, 24 કલાકમાં અબડાસામાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકમાં અબડાસામાં 11 ઇંચ જ્યારે લખપતમાં નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. નખત્રાણામાં આઠ અને માંડવીમાં સાડા સાત ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સિવાય અંજારમાં પાંચ, મુંદ્રા, ભૂજમાં ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ભૂજનું હમીરસર તળાવ પણ છલકાયું હતું. હમીરસર તળાવ ઓવરફ્લો થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
કચ્છના અબડાસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
કચ્છના ભૂજનું હમીરસર તળાવ ઓવરફલો થયું હતું. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા તળાવ છલકાયું હતું. સતત ત્રીજા વર્ષે હમીરસરનું તળાવ છલકાયું હતું. હમીરસર તળાવ ભરાવાથી લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
સરેરાશ 20 ઈંચ વરસાદ વરસતા સમગ્ર દ્વારકા જિલ્લો જળબંબાકાર થયો હતો. દ્વારકાના ખંભાળિયામાં 36 કલાકમાં 26 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાણવડમાં 18.12 તો કલ્યાણપુર, દ્વારકામાં 17-17 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દ્વારકામાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.