Vadodara: પૂરગ્રસ્ત લોકોની મદદે આવ્યું BAPS, સ્વયંસેવકોએ અસરગ્રસ્ત પરિવારો માટે કરી ભોજનની વ્યવસ્થા
Vadodara: ભારે વરસાદના કારણે વડોદરામાં સ્થિતિ વિકટ બની રહી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકોને ભોજન માટે પણ તકલીફ પડી રહી છે. આવી ઘડીએ બીએપીએસ સ્વામિનારાય સંસ્થા લોકોની મદદે આવી છે.
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી છેલ્લા ત્રણ દિવસથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આશરે ૪૦ જેટલા સ્વયંસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદો ને ફૂડપેકેટસ વિતરણ કરયા હતા.
આજરોજ પણ વડોદરાના વિવિધ વિસ્તારો કે જે તંત્ર દ્વારા સૂચવવામાં આવ્યા હતા જેવા કે, સમા, કલાલી, વડસર, સીટી વિસ્તાર, ચાપળ, ચાણસદ, વાઘોડિયા જેવા અનેક વિસ્તારો કે જયા ભોજન અને ફુડ પેકેટસની જરૂરિયાત હતી.
તેમની માટે અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આશરે 25,000 વ્યક્તિઓ માટે શીરાનો પ્રસાદ ફુડપેકેટસ રૂપે આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આશરે 10,000 થી વધારે પૂર અસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ છે.
એટલું જ નહીં સેવ અને બુંદીના પેકેટસ પણ સમગ્ર વડોદરામાં જ્યાં જ્યાં તંત્રને જરૂર પડી ત્યાં પૂરા પાડવામાં આવ્યા છૅ.