Photos: એરપોર્ટથી કમ નથી કચ્છનું નવું બસપોર્ટ, આઇકૉનિક બિલ્ડિંગ, વિશાળ પાર્કિંગ, હૉલ-વેઇટિંગ રૂમ છે અત્યાધૂનિક, જુઓ પ્રૉજેક્ટ......
Kutch News: આજથી બે દિવસ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી કચ્છમાં વિવિધ 19 વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાં સૌથી મોટુ કચ્છ આઇકૉનિક એસટી બસપોર્ટ પણ સામેલ છે, 40 કરોડના ખર્ચે બનેલા આ અધ્યાધૂનિક આઇકૉનિક એસટી બસપોર્ટનું આજે ઉદઘાટન કરવામાં આવશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે છે. મુખ્યમંત્રી આજથી બે દિવસ માટે કચ્છની મુલાકાતે છે, જ્યાં મોટા મોટા વિકાસ પ્રૉજેક્ટોને ખુલ્લા મુકવામાં આવશે.
કચ્છના જિલ્લા મથક ભૂજમાં નવનિર્માણ પામેલુ આઇકૉનિક એસટી બસપોર્ટનું આજે બપોરે ત્રણ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના હસ્તે લોકાર્પણ કરશે.
ખાસ વાત છે કે, કચ્છનું આ આઇકૉનિક એસટી બસપોર્ટ 40 કરોડના ખર્ચે તૈયાર થયુ છે, આને બનતા લગભગ 6 વર્ષ જેટલો સમય વીતી ગયો છે.
ખાસ વાત છે કે, આ બસપોર્ટ તમામ પ્રકારની અત્યાધૂનિક સુવિધાઓથી સજજ છે.
આ આઇકૉનિક બસપોર્ટમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે, આ ઉપરાંત 400 લોકોનો સમાવેશ થઈ શકે તેવો મોટો હૉલ, વેઇટિંગ રૂમ સહિતની તમામ સુવિધાથી સજજ આ આઇકૉનિક બસપોર્ટને ખાસ રીતે બનાવવામાં આવ્યુ છે.
આ બસપોર્ટ એરપોર્ટને ટક્કર આપે તેવું બનાવામાં આવ્યું છે.
આની સાથે સાથે મુખ્યમંત્રી ભૂજ ખાતેથી ૧૯ વિકાસકાર્યોનું પણ ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત પણ કરશે.
સૌથી મોટુ કચ્છ આઇકૉનિક એસટી બસપોર્ટ