Leopard Rescue: વેરાવળ રેલવે સ્ટેશન નજીક ધર્મશાળામાં ઘૂસ્યો દીપડો, લોકોમાં ફેલાયો ફફડાટ, જુઓ તસવીરો
શનિવારે બપોરે 3:30 થી 04:00 વાગ્યાની વચ્ચે વેરાવળ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનિવાસ ધર્મશાળામાં દીપડો ઘૂસી ગયાની જાણ ચોકીદાર દ્વારા વન વિભાગને કરવામાં આવી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેરાવળ રેન્જની વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના રેસ્ક્યૂમાં લાગી ગઈ હતી.
રેલવે સ્ટેશન ધબકતો વિસ્તાર હોવાથી દીપડાને જોવા હજારો લોકો કુતલહલવશ એકઠા થયા હતા.
દીપડા જેવું હિંસક પ્રાણી જો લોકો વચ્ચે જાય તો ભયા સ્થિતિ સર્જાવાની બીક હતી.
વેરાવળ સીટી પીઆઈ સુનિલ ઇસરાણી અને તેમનો સ્ટાફ સ્થિતિની ગંભીરતા ને સમજીને ધર્મશાળા બહારથી એકઠી થયેલ ભીડને દૂર કરવામાં લાગી ગયો.
વન વિભાગ દ્વારા સીમાર એનિમલ કેર સેન્ટર ખાતેથી દીપડાને trankulice એટલે કે બેભાન કરવા માટે નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી.
દીપડાને ટ્રેંકુલાઈઝ કરવા માટે સ્થિતિ ખૂબ જ પડકારજનક હતી. દીપડો ધર્મશાળા ના બંધ મકાનમાં ઉપલા અને નીચલા માળે આવ-જા કરી રહ્યો હતો.
દીપડાને બેભાન કરવા ટ્રેંકયુલાઈઝર ગન દ્વારા નિશાન લગાવવું ખૂબ જ અઘરું બન્યું હતું. દીપડાને પહેલું નિશાન લગાવતા તેને ઇન્જેક્શન ની દવાની કોઈ અસર થઈ નહોતી
બીજી વખત ફરીથી ટ્રેંક્યુંલાઇસ કરતા દીપડો બેભાન થયો હતો. જે બાદ દીપડાને સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે.
દીપડાની તપાસ કરીને જો તે સ્વસ્થ હશે તો નેચરલ હેબિટાટમાં મુક્ત કરવામાં આવશે.
દીપડાના પાંજરે પૂરવા વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.