Gujarat Rain: પાંચ દિવસ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અત્યંત ભારેથી લઈ મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App3 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદયપુરમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
4 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.
5 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
6 સપ્ટેમ્બરે હવામાન વિભાગે વરસાદનું જોર ઘટશે તેમ જણાવ્યું છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે.
7 સપ્ટેમ્બરે હવામાન વિભાગે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે.