Rain: ડાંગના વઘઈમાં છ ઈંચ વરસાદ, આશ્રમ શાળામાં ભરાયા પાણી

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. મહિસાગરના લુણાવાડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. લુણાવાડા શહેર ઉપરાંત પાવાપુર, હરદાસપૂર સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.તાપીના ડોલવણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. પંચોલ ગામની આશ્રમ શાળામાં પાણી ભરાયા હતા. તમામ બાળકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સવારે 6થી 10માં 72 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઈમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ વરસ્યો હતો. તાપીના ઉચ્છલમાં સાડા ત્રણ ઈંચ, ડાંગના આહવામાં સવા ત્રણ ઈંચ, તાપીના ડોલવણમાં બે ઈંચ, મહિસાગરના લુણાવાડામાં બે ઈંચ, નવસારીના વાંસદામાં બે ઈંચ, પંચમહાલના મોરવા હડફમાં પોણા બે ઈંચ, દાહોદના ઝાલોદ અને ડાંગના સુબીરમાં પોણા બે ઈંચ, દાહોદના ફતેપુરા અને તાપીના સોનગઢમાં દોઢ-દોઢ ઈંચ, પાવી જેતપુર અને લીમખેડામાં દોઢ-દોઢ ઈંચ, ગરૂડેશ્વર અને કડાણામાં સવા-સવા ઈંચ, દેવગઢ બારિયા, તિલકવાડા, બોડેલી, જાંબુઘોડા, સંતરામપુરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. લુણાવાડા શહેરના માંડવી બજાર, હાટડીયા બજાર, હુસૈની ચોક, વરધરી રોડ સહિતના માર્ગ પર પાણી ભરાયા હતા. વહેલી સવારે ધોધમાર વરસાદના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
મહીસાગર, લુણાવાડા, સંતરામપુરમાં વરસાદ વરસ્યો હતો. કડાણા, ખાનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાલાસિનોર, વીરપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. સંતરામપુર શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. વીજળીના કડાકા, ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.
દાહોદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ફતેપુરામાં વરસાદ વરસ્યો છે. માધવા, પાટવેલ, કંકાસીયા, સલરા,આપતલાયમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ફતેપુરા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. ફતેપુરા સહિત આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
ઉપરવાસમાં વરસેલા વરસાદથી તાપી જિલ્લા નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ડોલવણથી પસાર થતી ઓલવણ નદીની જળસપાટી વધી હતી. નદી પરના લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પંચોલ, પીઠાદરા સહિતના ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે.