Navsari Drugs News: નવસારીના દરિયાકાંઠેથી 30,00,00,000 રૂપિયાનું ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી., એસ.ઓ.જી. અને દરિયાઈ કાંઠો ધરાવતા મરોલી, ગણદેવી, બીલીમોરા, તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઓપરેશન દરમિયાન જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓખાજામના ચાંગલી દુનિયાથી દાંડી તરફના દરિયા કિનારે આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી ગેરકાયદેસર માદક પદાર્થ પેકેટ નંગ ૫૦ જેનું કુલ વજન ૫૦ કિલો જપ્ત કરવામાં આવ્યું છે.
આ માદક પદાર્થની અંદાજિત કિંમત ₹30,00,00,000/ (ત્રીસ કરોડ) આંકવામાં આવી છે. આ જપ્તી બાદ તાત્કાલિક ધટના સ્થળે એફ.એસ.એલ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા.
જલાલપોર પોલીસ સ્ટેશનમાં The Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 ની કલમ ૮(સી), ૨૨(સી), ૨૩(સી) મુજબ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી ગુજરાત પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાનું ઉદાહરણ છે, જે રાજ્યમાં ડ્રગ્સના વેપાર સામે કડક કાર્યવાહી કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.