Gir Somnath Rescue: મોતના મુખમાં ફસાયેલા લોકોની વહારે આવી NDRF, જુઓ રેસ્ક્યૂની દિલધડક તસવીરો
Gir Somnath Rescue: ગીર સોમનાથમાં સતત અનરાધાર વરસાદની પરિસ્થિતિના કારણે એનડીઆરએફની ટીમની મદદ લેવાની ફરજ પડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએનડીઆરએફની ટીમના આશરે ૨૫ જેટલા જવાનો જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.
અવિરત વરસાદના કારણે વેરાવળ-સોમનાથ બાયપાસ પાસેની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતાં જેમાં લોકો ફસાયા હતાં પરંતુ એનડીઆરએફના જવાનોએ ત્વરિત કામગીરી કરી હતી.
સોમનાથ બાયપાસ પરની પાસેની સોસાયટીઓમાં એનડીઆરએફની ટીમે રાહત અને બચાવકાર્ય હાથ ધર્યુ હતું.
રેસ્ક્યૂમાં એનડીઆરએફ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ફસાયેલા લોકોની બચાવ કામગીરીમાં જોડાયા હતાં અને વારાફરતી બોટની મદદથી વૃદ્ધો, મહિલાઓ તેમજ બાળકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતાં.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદને પગલે 643 લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે.
વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
વેરાવળ-કોડીનાર ફોર ટ્રેક હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા.