રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કુલ 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMDએ જણાવ્યું કે, '2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.'
રાજ્યના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં બે ચક્રવાતી પરિભ્રમણને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સોમવારે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં ગુજરાતના 46 તાલુકાઓમાં 40 મીમીથી વધુ વરસાદ થયો હતો, એમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું. SEOCએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આ સમયગાળા દરમિયાન 174 મીમી વરસાદ નોંધાયો હતો, જે દિવસ દરમિયાન સૌથી વધુ છે.
ગુજરાતમાં સોમવારે સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે અમદાવાદ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. રસ્તાઓ પરના ખાડાઓને કારણે ટ્રાફિક જામ થયો હતો જ્યારે પુલ નીચે પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ કલાકો સુધી બંધ રહ્યા હતા.
દરમિયાન વરસાદને પગલે જૂનાગઢના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળા દરમિયાન 174 મીમી વરસાદ નોંધાયો છે.