Heavy Rain: દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદીમાં પુર, ઘરો-ખેતરોમાં પાણી ઘૂસ્યા, જુઓ તસવીરો...
Heavy Rain: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે, ગઇકાલથી જગત મંદિર દ્વારકા સહિતના વિસ્તારોમાં જબરદસ્ત ભારે વરસાદ ખાબકી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકા જિલ્લાના કલ્યાણપુરા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે બાંકોડી ગામની નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં થોડાક કલાકોના વિરામ બાદ ફરી એકવાર વરસાદ જામ્યો છે. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયા અને તેની આજુબાજુના વિસ્તારો ભાણવડમાં ખાબકી રહ્યો છે.
હાલમાં તાજા અપડેટ પ્રમાણે, ખંભાળિયાના રામનાથ સોસાયટી, નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર, રેલવે ગળનાળું સહિતના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. આ ઉપરાંત ભાળથર, બેરજા, ખોખરી, કોટા, કોલવા, માંઝા, હરીપર, પરોડીયા, સલાયા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભાટિયા ગામના બજારો અને ભાટિયા-ભોગતને જોડતા પૂલ પાણીમાં ગરકાવ થયા છે.
વરસાદથી કલ્યાણપુર પંથકની બાંકોડી ગામની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. હાલમાં જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.