Patan : 4 ઇંચ વરસાદમાં સિદ્ધપુરની શેરીઓ બની સ્વિમિંગપૂલ, બાળકોએ કેવી માણી મોજ? જુઓ તસવીરો
પાટણઃ સિધ્ધપુરમાં 4 ઇંચ વરસાદ પડતા ઋષિ તળાવ વિસ્તારમાં 500 જેટલા મકાનોમાં પાણી ભરાયા હતા. જોકે, શેરીઓમાં પાણી ભરાતા રસ્તાઓ સ્વીમિંગ પૂલ બની ગયા હતા. જેમાં બાળકોએ ન્હાવાનો આનંદ માણ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, રસ્તા અને ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની હતી. મકાનનોમાં પાણી જતા સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા. મોડી રાતથી પાણી ભરાતા તંત્ર ના પહોંચતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
બનાસકાંઠામાં ગત મોડી રાતથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં પાલનપુરમાં 4 ઇંચ વડગામમાં 2.50 ઇંચ અને દાંતામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પાલનપુર શહેરમાં 4 ઇંચ પડેલા વરસાદે લોકો મુશ્કેલી મા મુકાયા છે. પાલનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે જેના કારણે પાલનપુર નગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે.
લોકોએ મહામુસીબતે પોતાના ઘરો માંથી પાણી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોએ નગરપાલિકા ઉપર રોષ ઠાલવ્યો હતો પાલિકા કોઈ જ કામગીરી કરતી નથી જેથી દરવર્ષે ઘરોમાં પાણી ઘુસી જાય છે અને નુક્શાન કરે છે.
છેલ્લા દસ વર્ષથી વૃંદાવન સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા છે આ સમસ્યાનો હલ થતો નથી આજે સવારે પાણી ભરાઈ જતા પાલિકા ના ચીફ ઓફિસર અને તંત્રને સ્થાનિકોએ જાણ કરી પરંતુ પાલિકા અથવા તંત્ર સ્થાનિકોને મદદે આવ્યું ન હતું વારંવાર રજૂઆત કરી છે વરસાદી પાણીના નિકાલની પરંતુ પાલનપુર શહેરમાં પાણીના નિકાલનો કોઈ માર્ગ જ નથી ત્યારે આજે ચાર ઇંચ પડેલા વરસાદમાં સ્થાનિકોએ ખૂબ મુશ્કેલી ભોગવી હતી.
વરસાદી પાણી ભરાતા હાલાકી.