Photos: માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જુઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2023 11:38 AM (IST)
1
Photos: માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા તાજેતરમાં જ ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેની તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય દર્શના વાઘેલાની મુખ્ય હાજરી હતી,
3
ધારાસભ્ય દર્શના વાઘેલાએ સમાજની મહિલાઓ સાથે સમય વિતાવ્યો હતો. માહેશ્વરી સંગિની સંગઠનના પ્રમુખ જ્યોતિ લાહોટીએ સૌને ગણગૌર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
4
આ પ્રસંગે સમાજની મહિલાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો જેમાં ભગવાન શિવની સગાઈથી લઈને લગ્નના સરઘસ સુધીની યાત્રાને નૃત્ય સ્વરૂપે દર્શાવી હતી, જેમાં છસોથી વધુ મહિલાઓ અને બાળકોએ હાજરી આપી હતી.
5
માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ઉજવણી પર્વ નિમિત્તે મોટા પ્રમાણમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.