PM Modi Gujarat Visit: ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સીલેન્સના ઉદ્ઘાટન બાદ વિદ્યાર્થીઓને મળ્યા PM મોદી, જુઓ ફોટો
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે સવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે.
ગાંધીનગરના અડાલજ પાસે આવેલા ત્રિમંદિર ખાતે આયોજીત ખાસ કાર્યક્રમમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કરાયું હતું.
આ દરમિયાન પીએમ મોદીએ ત્યાં હાજર વિદ્યાર્થીઓને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી.
પીએમ મોદી બાળકોના વર્ગમાં ગયા અને તેમની બાજુમાં બેસીને તેમની સાથે વાત કરી હતી.
PM મોદીએ લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું કે- આજે શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ સ્માર્ટ બની ગઈ છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
પીએમ મોદીએ કહ્યું- આજે ગુજરાત અમૃત કાલની અમૃત પેઢીના નિર્માણની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત માટે આ એક વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થવા જઈ રહ્યું છે.