હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
મહેસાણા: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને હાર્દિક પટેલ કડીમાં એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન પોતાના સંબોધનમાં નીતિન પટેલે ધારાસભ્ય હાર્દિક પટેલ મંત્રી બને તેવી પ્રાર્થના કરી હતી. કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં નીતિન પટેલે ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિનભાઈ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, હાર્દિક મંત્રી બને તે માટે મા ઉમિયાને પ્રાર્થના કરીએ. પહેલું સ્ટેજ મંત્રીનું આવે, તો પહેલા મંત્રી બને તેવી પ્રાર્થના. બીજું સ્ટેજ આવતા તો બહું વાર લાગશે.
આ સાથે જ નીતિનભાઈ પટેલે વધુમાં કહ્યું કે, ધારાસભ્ય બન્યા બાદ હાર્દિક પટેલના નામે એક પણ વિવાદ નથી.
2015,16,17 માં અનામત આંદોલનને હાર્દિક પટેલે યાદ કર્યું હતું. હાર્દિક પટેલે કહ્યું, નીતિનભાઈ સાહેબ, આનંદીબેને સમાજ માટે બિન અનામત આયોગ, બિન અનામત નિગમ અને 10% EWS મંજૂર કરીને આપ્યું છે.
હમણાં હું અને સાહેબ ચિંતા કરતા હતા કે તમારો ઉત્સાહ અને પ્રેમ ખૂબ જ સારો હોય છે પરંતુ એ ઉત્સાહ અને પ્રેમ બંધ મુઠ્ઠીમાં રહે એ બંધ મુઠ્ઠીથી આપણે એકબીજાને સહયોગ કરીએ તો વિશેષ લાભ સમાજને અને રાજ્યના લોકોને પણ મળશે.
સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ, દેત્રોજ, માંડલની સેવા કરવાનો અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવું વિરમગામ દેત્રોજ માંડલનો વિસ્તાર બનાવીશું.
આ કાર્યક્રમમાં હાર્દિક પટેલે નીતિન પટેલને અનેક વખત પોતાના ભાષણમાં યાદ કરતા અનેક વાતો વાગોળી હતી.