Salangpur: સુરતના હરિભક્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીને અર્પણ કર્યો 1 કિલો સોનાનો હીરાજડિત મુગટ
સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175માં શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો. હરિભક્તોની આસ્થા અલગ અલગ રૂપે દેખાઇ હતી. અહીં એક ભાવિકે કષ્ટભંજન દેવને હીરા જડીત સૂવર્ણ મુગટ અર્પણ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહી છે. સુરતના હરિભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સંતોને અપર્ણ કરવામા આવ્યો હતો.
હનુમાન દાદાને સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. જે સુરતના ઉધોગપતિ ઘનશ્યામભાઈ ભંડેરી દ્વારા અર્પણ કરાયો છે. આ મુગટ સુરતમાં જ બનાવવામાં આવ્યો છે અને મુગટ અને કુંડળ એક કિલો સોનામાંથી બનાવવામાં આવ્યા છે.
આ મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે. તો મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરાઇ છે. એટલું જ નહીં મુગટ અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાં આવ્યા છે.
તો કુલ 375 કેરેટ ડાયમંડજડિત મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં એક મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો છે.
સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો.
મુગટ અને કુંડળ 1 કિલો સોનામાંથી બનાવાયો છે. આ મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે. હાલમાં મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે.