Rain Photo: વડોદરાના આ ગામના ઘરોમાં ગોઠણસમા ભરાયા પાણી, ગરીબ પરિવારોની ઘરવખરી પલળી ગઈ
Rain Photo: વડોદરાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. ખાસ કરીને કરજણ તાલુકાના ગામોમાં સ્થિતિ વધારે વિકટ છે. અહીં કેટલાક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરજણના સાસરોદ ગામે પણ ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાયા છે.
કરજણ તાલુકાનાં સાસરોદ ગામે આવાસમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. લોકોની સ્થિતિ વિકટ બની છે.
ગતમોડી રાત્રે બે થી અઢી વાગ્યાંનાં સુમારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
સાંસરોદ ગામની આવાસોમાં વરસાદી પાણી ભરાય જતા ગરીબોની ઘરવખરીને ભારે નુકશાન થયું છે.
સ્થાનિકોનો આક્ષેપ છે તે, હજુ સુધી તંત્રના કોઈ પણ અધિકારી વરસાદી પાણી સબંધી તપાસ અર્થ અહીં આવ્યા નથી.
હાલમાં વડોદરા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કરજણ તાલુકામાં ભારે વરસાદને લઈ તાલુકાનું છંછવા ગામ સંપર્ક વિહોણું થયું છે. છંછવા ગામને જોડતો મેથી-સીમળી રોડ પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ ઉપરાંત ગામના નવીનગરીમાં 7 જેટલા મકાનોમાં પાણી ઘુસ્યું છે.