પાટણ જિલ્લામાં ખેડૂતોના હાલ બેહાલ, ખેતરો જળમગ્ન, સર્વે કરી સહાય આપવા માંગ

પાટણ જિલ્લામાં ચોમાસુ સીઝન પૂર્ણ થાય તે પહેલા જ 100% વરસાદ વરસી ચુક્યો છે. સતત પડી રહેલ અવિરત વરસાદે મોટાભાગના તાલુકાના ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. જ્યાં જુઓ ત્યાં ખેતરો જળમગ્ન થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
તમામ પાકો પાણીમાં ગરકાવ થતા પાકો જળમૂળ માંથી કોવાઈ રહ્યા છે અને ખેડૂતોની તમામ ખર્ચ અને મહેનત આફત રૂપિ વરસાદને કારણે નિષ્ફળ જઇ રહી છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરી પાક નુકશાન સહાય આપવા માંગ કરી રહ્યા છે.

પાટણ જિલ્લામાં ઓગસ્ટના અંત અને ભાદરવાની શરૂઆતથી જ મેઘરાજા એ તોફાની બેટિંગ હતી ત્યારે છેલ્લા પંદર દિવસની જો વાત કરીએ તો જિલ્લામાં 46% વરસાદ માત્ર 15 દિવસમાં થવા પામ્યો જેને કારણે મોટા ભાગના તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
અવિરત વરસાદ ને કારણે સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યું છે અને ખેતરો દરિયાની માફક ભરાઈ જવા પામ્યા ત્યારે વઢિયાર પંથકના શંખેશ્વર તાલુકામાં અવિરત વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોના હાલ બે હાલ કર્યા છે.
શંખેશ્વર તાલુકામાં અત્યાર સુધી સીઝનનો 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને તાલુકામાં ખેડૂતોએ ઘણી આશાઓ સાથે 29662 હેકટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસુ વાવેતર કર્યું છે પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાકો હાલની સ્થિતિ એ પાણી ડૂબી ગયા છે.
ડૂબેલા પાક જોઈ જાણે વરસાદી પાણીમાં ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ડૂબતી હોય તેવા હ્નદય દ્રાવક દ્રષ્યો સર્જયા છે અને ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર કરી રહ્યા છે.
શંખેશ્વર તાલુકામાં 29662 હજાર હેકટરમાં દિવેલા, કપાસ, અડદ, કપાસ ઘાસચારો સહીત કઠોળના વિવિધ પાકોનું વાવેતર થવા પામ્યું છે ખેડૂતો એ ઘણી આશાઓ સાથે મોંઘા ભાવના બિયારણ, ખેડ ખાતર કરી પાકની માવજત કરી પરંતુ આકાશી આફતને કારણે પાક નુકસાની થતાં ખેડૂતોના તમામ ખર્ચ એળે જવા પામ્યા છે.