ગુજરાતમાં બે મહિના સુધી માવઠાની શક્યતા, વારાફરતી 3 વાવાઝોડા આવશેઃ અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં વારાફરતી ત્રણ વાવાઝોડા ઉત્પન્ન થવાની આગાહી કરી છે. આ વાવાઝોડા મુખ્યત્વે ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં માવઠા થવાની શક્યતા છે. આજથી 24 ઓક્ટોબર સુધી ગુજરાતમાં માવઠાની સ્થિતિ રહી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે બપોર પછી માવઠાની શક્યતા છે. આજથી જ દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
17થી 20 ઓક્ટોબર દરમિયાન પ્રથમ વાવાઝોડું બનવાની શક્યતા છે. 22 ઓક્ટોબરથી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. 7 નવેમ્બરથી બીજું વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બર વચ્ચે ત્રીજું વાવાઝોડું બનવાની શક્યતા છે.
12 નવેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં રહેશે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ માવઠાની અસર થઈ શકે છે. ઉત્તર ગુજરાતનું વાતાવરણ બદલાશે.
ડિસેમ્બર મહિનાથી હાડ થીજવતી ઠંડી શરૂ થઈ જશે. ઠંડીની વચ્ચે પણ માવઠા યથાવત રહેવાની શક્યતા છે.
આ આગાહી મુજબ, ગુજરાતના નાગરિકોએ આગામી બે મહિના દરમિયાન માવઠા અને અનિયમિત હવામાન માટે તૈયાર રહેવું પડશે. ખાસ કરીને ખેડૂતો અને માછીમારોએ સાવચેતી રાખવી જરૂરી છે. સાથે જ, પેટાચૂંટણી સહિતની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ પર પણ હવામાનની અસર થઈ શકે છે.