વલસાડ જિલ્લા પોલીસનો સપાટો, 750થી વધુ પ્યાસીઓ ઝડપાયા
પોલીસ સ્ટેશનમાં પીધેલાઓથી ઉભરાતા પોલીસે સ્ટેશનની નજીક આવેલા અને ભાડે રાખેલા પાર્ટી પ્લોટ અને હોલ માં પ્યાસીઓને પૂરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીથી ગુજરાતમાં પ્રવેશતા તમામ ચેકપોસ્ટ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, અને ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં - 91, વલસાડ ગ્રામ્ય - 46, ડુંગરી પોલીસ સ્ટેશનમાં - 50, પારડી - 172, ધરમપુર - 21, કપરાડા - 15, નાનાપોંઢા - 33, ડુંગરા - 41, વાપી જી.આઇ.ડી.સી 44, વાપી ટાઉન - 77, ભીલાડ - 69, મરીન પોલીસ સ્ટેશન- 20 અને વલસાડ જિલ્લા એલ સી બી પોલીસે 22 પીધેલાઓને ઝડપ્યા હતા.
મણ અને દાદરાનગર હવેલીમાંથી દારૂનો નશો કરી ગુજરાતમાં પ્રવેશતા પ્યાસીઓ પોલીસની ઝપટે ચડ્યા હતા. 2020નો છેલ્લો દિવસ પીધેલાઓ માટે યાદગાર દિવસ બની રહ્યો હતો. વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં પોલીસની કાર્યવાહીમાં 750થી વધુ પીધેલા પકડાયા છે.
વલસાડ: રાજ્યમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પર પ્રતિંબંધ છે. રાજ્યમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાર્ટી પ્લોટ કે કલબમાં ઉજવણી પર પ્રતિબંધ છે ત્યારે પોલીસ તમામ સ્થળોએ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં 31 ડિસેમ્બરની સાંજ સુધી જિલ્લામાં 750થી વધુ પીધેલાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -