Photos: રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈન સાથે ખૂલ્યા વોટરપાર્ક, લોકોએ લગાવી ભીડ
રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઉંચકાઈ રહ્યો છે. આ દરમિયાન આજથી રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈન સાથે વોટરપાર્ક ખૂલ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાના સંકુઝ વોટર પાર્કમાં લોકો ગરમીથી છુટકારો મેળવવા ઉમટી પડ્યા હતા. વોટરપાર્ક ખુલતા જ લોકોએ ભીડ લગાવી હતી.
વોટર પાર્કમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે આવનારા દરેક વ્યક્તિનું ચેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું અને તે બાદ જ પ્રવેશ અપાયો હતો.
અમદાવાદમાં આગામી ૧૭ માર્ચથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર જતાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં આગામી ૪-૫ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે.
વોટર પાર્કમાં ગરમીથી રાહત મેળવતાં લોકો.
વોટર પાર્ક ખુલતા મોટી સંખ્યામાં મહિલાઓ પણ તેમના પરિવાર સાથે આવી હતીય
વોટર પાર્કમાં આનંદ માણતા લોકો.
વોટર પાર્ક ખુલતાની સાથે જ પાણી સાથે મસ્તી કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
વોટર રાઇડની આનંદ માણતાં લોકો.
બાળકોએ પણ વોટરપાર્કમાં ખૂબ મસ્તી કરી હતી.