ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Follow us :

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ગુજરાત
  • Welcome New year 2022: ગુજરાતીઓને નવા વર્ષે મળશે 5G સર્વિસની ગિફ્ટ, આ ત્રણ શહેરોવાળા થઇ જાવ તૈયાર

Welcome New year 2022: ગુજરાતીઓને નવા વર્ષે મળશે 5G સર્વિસની ગિફ્ટ, આ ત્રણ શહેરોવાળા થઇ જાવ તૈયાર

gujarati.abplive.com Updated at: 01 Jan 2022 11:51 AM (IST)
Welcome New year 2022: ગુજરાતીઓને નવા વર્ષે મળશે 5G સર્વિસની ગિફ્ટ, આ ત્રણ શહેરોવાળા થઇ જાવ તૈયાર
1

નવી દિલ્હીઃ વર્ષ 2021ને બાય-બાય કહીને આપણે નવા વર્ષ 2022માં પ્રવેશ કરી લીધો છે. નવું વર્ષ એટલે કે 2022માં આપણને ખૂબ આશાઓ છે. લોકોને આશા છેકે આપણા જીવનમાં આ વર્ષ અનેક ફેરફારો લાવશે. આ વચ્ચે અમે તમારા માટે એવાં પાંચ સારા સમાચાર લઇને આવ્યા છીએ જે 2022માં તમારી રાહ જોઇ રહી છે. આ તમામ સારી બાબતો તમને 2022માં હકીકત થતી જોવા મળશે. જેમાં બાળકોને મળનારી કોરોના વેક્સિન હોય કે પછી ગુજરાતના આ શહેરોમાં 5જી ઇન્ટરનેટ સેવા સામેલ છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Welcome New year 2022: ગુજરાતીઓને નવા વર્ષે મળશે 5G સર્વિસની ગિફ્ટ, આ ત્રણ શહેરોવાળા થઇ જાવ તૈયાર
2

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે નવા વર્ષમાં બાળકોને કોરોનાની વેક્સિન મળશે. દેશમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના રસીકરણની શરૂઆત થશે. નોંધનીય છે કે 15 થી 18 વર્ષના બાળકો કોવિન એપની માધ્યમથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. બાળકોને ભારત બાયોટેકની Covaxinની રસી લાગશે. તે સિવાય 10 જાન્યુઆરીથી હેલ્થ કેર અને ફ્રન્ટલાઇન વર્કર માટે બૂસ્ટર ડોઝની શરૂઆત થશે.

Welcome New year 2022: ગુજરાતીઓને નવા વર્ષે મળશે 5G સર્વિસની ગિફ્ટ, આ ત્રણ શહેરોવાળા થઇ જાવ તૈયાર
3

ભારતમાં વર્ષ 2022માં 5જી આવી રહ્યું છે. 13 શહેરોમાં તેની શરૂઆત કરવામાં આવશે. આ શહેરોમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, જામનગરનો સમાવેશ થાય છે. તે સિવાય બેંગલુરુ, ચંડીગઢ, ચેન્નઇ, દિલ્હી, ગુરુગ્રામ, હૈદરાબાદ, કોલકત્તા, લખનઉ, મુંબઇ અને પૂણે સામેલ છે. 5જી નેટ આવવાથી ઇન્ટરનેટની સ્પીડ વધશે. 5જી આવવાથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ અને એઆઇ ઇન્ડસ્ટ્રીઝમાં બદલાવ આવશે. જોકે હજુ એ કન્ફર્મ નથી કે કઇ કંપની કોમર્શિયલ 5જી સર્વિસ રોલઆઉટ કરશે. નવા વર્ષમાં એ સ્પષ્ટ થઇ જશે. Jio, Airtel and Vi (Vodafone Idea) અગાઉથી આ શહેરોમાં 5G ટ્રાયલ કરી રહ્યા છે.

4

Central Vista Project વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. વર્ષ 2022ના અંતમાં તે પૂર્ણ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર શિયાળુ સત્ર 2022 સુધી નવા સંસદ ભવનનું કામ પૂર્ણ થવાની આશા છે. સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. કેન્દ્રિય નિવાસ મંત્રાલયે ડિસેમ્બર 2021માં શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં કહ્યું હતું કે અત્યાર સુધી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર 1200 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. સંસદની નવી બિલ્ડ઼િંગનું નિર્માણ 35 ટકા સુધી પૂર્ણ થઇ ચૂક્યુ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર કુલ 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

5

પર્યાવરણ માટે હાનિકારક સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન કરવાનો જે સંકલ્પ લીધો હતો તે વર્ષ 2022માં પૂર્ણ થઇ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 2021માં ઓગસ્ટમાં નિર્ણય લીધો હતો કે એક જૂલાઇ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પૂર્ણ પ્રતિબંધ લાગુ થશે. આ માટે Plastic Waste Management Amendment Rules, 2021 લાગુ કરવામાં આવશે.

6

કોરોના કાળમાં આપણે મનોરંજનને ભૂલી ગયા જ છીએ. વર્ષ 2022માં ભારત પાસે 2-2 આઇસીસી ઇવેન્ટ્સની ટ્રોફી જીતવાની તક છે. નોંધનીય છે કે માર્ચ-એપ્રિલમા મહિલા વર્લ્ડકપની શરૂઆત થશે. 31 મેચના કાર્યક્રમની અગાઉ જાહેરાત થઇ ચૂકી છે. 2022ના અંતમાં પુરુષ ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. ટી-20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરૂ થશે. ફાઇનલ 13 નવેમ્બરના રોજ રમાશે.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.