બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાઠે ટકરાયા બાદ હવે આ રાજ્ય માટે એલર્ટ, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે
ભારતના હવામાન વિભાગ (IMD) ના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપરજોય સંબંધિત નવીનતમ માહિતી આપી છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન પવનની ઝડપ 115 થી 125 કિમી પ્રતિ કલાક રહી હતી. વાવાઝોડું હવે દરિયામાંથી જમીન તરફ આગળ વધ્યું છે અને તેનું કેન્દ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તરફ છે.
તેમણે કહ્યું, તેની ઝડપ ધીમે ધીમે ઘટી રહી છે. 16 જૂનની સવારે ગતિ વધુ નબળી પડશે. ત્યારે તેની સ્પીડ 75 થી 85 કિમી પ્રતિ કલાકની રહેશે. તેનું કેન્દ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર હશે.
આ પછી, તે ઉત્તર પૂર્વની દિશામાં આગળ વધશે અને સાંજ સુધી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કેન્દ્રિત રહેશે. તેની ઝડપ ઘટશે. ત્યારે તેની સ્પીડ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની હશે. રાજસ્થાનમાં 17 જૂને પણ ભારે વરસાદ પડશે.
વાવાઝોડું બિપરજોયના કારણે કચ્છ, દ્વારકા, મોરબી અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું ગુરુવાર (15 જૂન) સાંજે કચ્છ જિલ્લામાં ત્રાટક્યું હતું.
IMDએ કહ્યું હતું કે વાવાઝોડુંને ત્રાટકવાની પ્રક્રિયા મોડી સાંજે શરૂ થઈ હતી અને આ પ્રક્રિયા મધ્યરાત્રિ સુધીમાં પૂર્ણ થઈ જશે.