ગરમીની સિઝનમાં આ ફળોને ડાયટમાં સામેલ કરો, વાયરસ સંક્રમણથી રક્ષણ આપીને, વધારે છે ઇમ્યૂનિટી
હાલ મહામારીના સમયમાં whoથી માંડીને હેલ્થ એક્સપર્ટ માને છે કે, જેમનો ઇમ્યુનિટી પાવર વધુ હશે, તેવા લોકો આ મહામારી સામે લડી શકશે... તો ગરમીની સિઝનમાં એવા ક્યાં ફળો છે. જેના સેવનથી ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકાય છે. ઇમ્યુનિટિ બૂસ્ટર વિશે જાણીએ..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરમીની સિઝનનું ખાસ ફળ કેરી છે. કેરીમાં વિટામીન-સીની સાથે બીજા પણ અન્ય એવા પોષક તત્વો છે. જે શરીરને પોષકતત્વો પૂરા પાડીને રોગપ્રતિકારકક્ષમતામાં વઘારો કરે છે. તો ગરમીની સિઝનમાં કેરીનું અવશ્ય સેવન કરો.
ગરમીની સિઝનમાં કિવિનું સેવન કરો. કિવિ ઇમ્યુનિટી બૂસ્ટર છે. કિવિની ગણતરી પણ સાઇટ્રિક ફ્રૂટમાં થાય છે. જે શરીરમાં વિટામીન ‘સી’ પૂર્તિ કરે છે. આ ફ્રૂટ ડેન્ગ્યૂ, વાયરલ ફીવરથી બચાવે છે. આવું એટલા માટે થાય છે, કારણ કે તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
પાઇનેપલ ગરમીની સિઝનમાં માઇન્ડને ઠંડુ અને શરીરને ફ્રેશ રાખે છે. દરરોજ આ ફળનું સેવન કરવાથી સિઝનલ બીમારી કોસો દૂર રહે છે. આ વિટામીન સીથી ભરપૂર છે. જે પોષણ આપવાની સાથે વાયરસના સંક્રમણને આપનાથી દૂર રાખે છે.
ગરમીમાં સ્ટ્રોબેરીની સિઝન પીક પર હોય છે. સ્ટ્રોબેરી વિટીમીન સી, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફામેન્ટરી ભરપૂર છે. સ્ટ્રોબેરી પણ રોગપ્રતિકારકશક્તિ વધારવામાં કારગર છે. તેને ગરમીની સિઝનમાં ડાયટમાં સામેલ ચોક્કસ કરો.