તાઇવાનના આ પુરુષે માત્ર 37 દિવસમાં એક જ મહિલા સાથે માત્ર આ કારણે જ 4 વખત કર્યાં લગ્ન અને ત્રણ વાર આપ્યાં ડિવોર્સ
તાઇવાનની એક વ્યક્તિએ એક નહીં બે નહીં પરંતુ 4 વખત લગ્ન કર્યાં. તેમણે ચાર વખત એક જ મહિલા સાથે લગ્ન કર્યાં. આ વ્યક્તિ તાઇપેનની બેન્કમાં ક્લાર્ક છે. તેમણે આવું શા માટે કર્યું તે કારણ જાણીને આપ પણ દંગ કરી જશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાઇપેન બેન્કના ક્લાર્ક તેમની પત્ની સાથે બીજી વખત ત્રીજી વખત અને ચોથી વખત ફરી લગ્ન કરવા માટે તેમણે તેમની પત્નીને ત્રણ વખત ડિવોર્સ આપ્યાં હતા.
આ ક્લાર્કે પેઇડ લિવનો ઉપયોગ કરવા માટે આવું કર્યું હોવાનું સામે આવ્યું છે. તાઇવાનમાં લગ્નની રજા માટે 8 રજા મળે છે. જો કે આ વ્યક્તિએ તેમની 32 પેઇડ લિવને વાપરવા માટે ત્રણ વખત ડિવોર્સ કર્યાં અને ચાર વખત લગ્ન કર્યાં
બેન્કને સમગ્ર મામલો સમજાતા આ વ્યક્તિ સામે છેવટે મામલો તાઇપે લેબર બ્યૂરોમાં પહોંચ્યો જેમાં બેંક પર લેબર લીવ રુલ્સનું પાલન નહી કરીને કાયદો તોડવાનો આરોપ મુક્યો હતો. જો કે કાનૂન પ્રમાણ લગ્નની 8 રજા મળતી હતી પરંતુ છુટાછેડા લઇને ચાર વાર લગ્ન કર્યા હોવાથી 32 રજાનો હકકદાર બને છે, તેઓ નિર્ણય આપ્યો હતો.
આ નિર્ણય વિરૂદ્ધ બેંક અપીલ કરી હતી અને કર્મચારીએ લગ્નની રજાનો ખોટો ઉપયોગ કર્યો હોવોના દાવો કર્યો હતો. જો કે . તપાસમાં એવું જાણવા મળ્યું કે રજા લેનારા બેંક કર્મચારીનું વર્તન અનૈતિક હતું પરંતુ બેંકે પણ લેબર નિયમનો ભંગ કર્યો હતો તેથી આ મામલે બેંકને નિયમ ભંગ બદલ 52800 રૂપિયાનો દંડ ભરવાની ફરજ પડી હતી.