અગ્નિવીર યોજનામાં અરજી કરી શકતા નથી આ લોકો, જાણી લો શું છે નિયમ
Agniveer Yojana: ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવીમાં ભરતી થવા માટે હવે નવી અગ્નવીર યોજના લાગુ કરવામાં આવી છે. આ લોકો આ યોજના હેઠળ અરજી કરી શકશે નહીં. ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી મોટી સેના છે. ભારતીય સેવામાં 10 લાખથી વધુ સક્રિય સૈનિકો હાજર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગયા વર્ષે ભારતીય સેનામાં ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. માત્ર ભારતીય સૈન્યમાં જ નહીં પરંતુ ઇન્ડિયન નેવી અને ભારતીય વાયુસેનામાં પણ સૈન્ય રેન્ક સમાન સૈનિકોની ભરતી માટેની જૂની પ્રક્રિયાને નાબૂદ કરીને નવી પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે.
નવી પ્રક્રિયાનું નામ અગ્નિ વીર યોજના છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2023માં અગ્નિ વીર યોજના લાગુ કરવામાં આવી છે. હવે આ અંતર્ગત ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનામાં ભરતી કરવામાં આવે છે.
અગ્નિ વીર યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકોને અગાઉની પ્રક્રિયા દ્વારા ભરતી કરાયેલા સૈનિકોની સરખામણીમાં અલગ-અલગ સુવિધાઓ મળશે.
જો તેની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા અગ્નિ વીર યોજના માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જે પાસ કર્યા બાદ જ યુવાનો અગ્નિ વીર બની શકશે.
ઉંમરના માપદંડની વાત કરીએ તો અગ્નિ વીર માટે 17.5 વર્ષથી 21 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આનાથી નાની કે મોટી ઉંમરના યુવાનો અગ્નિ વીર યોજના હેઠળ નોંધણી કરાવી શકશે નહીં.જ્યારે શિક્ષણના માપદંડની વાત કરીએ તો આમાં અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. યોજનામાં ભરતી માટે લઘુત્તમ શિક્ષણ ધોરણ 10 અને ધોરણ 12 છે.