Ayodhya News: અયોધ્યામાં આકાર લેવા લાગ્યુ ભવ્ય રામ મંદિર, ઠેર ઠેર જોવા મળી કોતરણી, જુઓ તાજા તસવીરો....
Ayodhya Ram Mandir: ઉત્તરપ્રદેશમાં અત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય અત્યારે તેજ ગતિએ ચાલી રહ્યું છે. રામ મંદિર ટ્રસ્ટ સમયાંતરે આ મંદિરની તસવીરો શેર કરતું રહે છે, આ વખતે પણ ફરી એકવાર મંદિર નિર્માણની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં અટપટી કોતરણીથી લઇને કેટલીય વસ્તુઓ જોવા મળી રહી છે, જુઓ મંદિરની લેટેસ્ટ તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શેર કરાયેલી તસવીરો. તેમાં મંદિર નિર્માણ કાર્ય બતાવવામાં આવ્યું છે, જેથી સામાન્ય લોકો પણ જોઈ શકે કે કેવી રીતે કામ ચાલી રહ્યું છે.
ટ્રસ્ટે ભગવાન રામ લાલાના મંદિરમાં સુંદર કોતરણી અને પરિક્રમા માર્ગના ફોટા શેર કર્યા છે. જેમાં મંદિર નિર્માણની પ્રગતિ જોઈ શકાય છે.
રામ મંદિરના નિર્માણની લેટેસ્ટ તસવીરોમાં રામલલાના મંદિરનો ભવ્ય દેખાવ જોઈ શકાય છે.
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણમાં કારીગરો દિવસ-રાત મંદિરની દિવાલો, થાંભલા અને છતને કોતરવામાં વ્યસ્ત છે. તસવીરોમાં મંદિરનો ભવ્ય દેખાવ જોઈ શકાય છે.
જાન્યુઆરી 2024માં ભગવાન રામ લાલાના અભિષેકનો કાર્યક્રમ યોજાશે, જેના માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમમાં દેશભરમાંથી લોકો સામેલ થશે.