આયુષ્યમાન કાર્ડમાં કેટલા લાખની સારવાર કરાવી ચૂક્યા છો તમે, આ રીતે જાણી શકશો
આયુષ્માન કાર્ડ પર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. જો તમે વર્ષની શરૂઆતમાં સારવાર કરાવી હોય તો તમે આ રીતે શોધી શકો છો. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકાર લોકોની વિવિધ જરૂરિયાતો અનુસાર યોજનાઓ લાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કોઇ પણ વ્યક્તિને કઇ બીમારી ક્યારે થશે તેની કોઇને જાણ હોતી નથી
એટલા માટે ઘણા લોકો અચાનક આવતી બીમારીના કિસ્સામાં સારવારના ખર્ચને ટાળવા માટે આરોગ્ય વીમો લે છે. પરંતુ દરેક પાસે સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટે પૈસા નથી હોતા.
ભારત સરકાર આવા લોકોને મદદ કરે છે. ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ આવા લોકોને મફત સારવારનો લાભ મળે છે.
આયુષ્માન કાર્ડ બનાવ્યા બાદ સરકાર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપે છે. ઘણા લોકો વર્ષમાં ઘણી વખત આની સારવાર લે છે.
આયુષ્માન કાર્ડ પર તમને કેટલી મફત સારવાર મળે છે? આ કેવી રીતે જાણી શકાય? આ માટેની પદ્ધતિ શું છે?
જો તમારે જાણવું હોય તો તમારે યોજનામાં સૂચિબદ્ધ હોસ્પિટલમાં જવું પડશે. તમારે હોસ્પિટલમાં આયુષ્માન હેલ્પ ડેસ્ક પર જવું પડશે. તમે ત્યાં હાજર અધિકારીને તમારું કાર્ડ બતાવીને તમારા કાર્ડની મર્યાદા વિશે જાણી શકો છો.