Beating Retreat Ceremony: દિલ્હીમાં ચાલું વરસાદે યોજાયો 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ, જુઓ તસવીરો
Beating Retreat Ceremony: દિલ્હીના વિજય ચોક ખાતે રવિવારે 'બીટિંગ ધ રીટ્રીટ' સેરેમની યોજાઈ હતી. દિલ્હીમાં વરસાદ વચ્ચે 'બીટિંગ ધ રીટ્રીટ' ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ પ્રજાસત્તાક દિવસ સમારોહના ઔપચારિક અંતનું પ્રતિક છે.
'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા.
બીટીંગ રીટ્રીટ સેરેમની દરમિયાન, ભારતીય શાસ્ત્રીય સંગીત આધારિત મુધર ધૂન બેન્ડ દ્વારા વગાડવામાં આવી હતી.
આ સાથે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમોનો અંત આવ્યો. સમારોહના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
સમારોહની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા.
દર વર્ષે 29 જાન્યુઆરીના રોજ રાજધાનીના વિજય ચોક પર બીટિંગ ધ રીટ્રીટ સમારોહ યોજાય છે.
બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીને સેનાના કમબેકનું પ્રતિક માનવામાં આવે છે. ત્રણેય સેનાના બેન્ડ પારંપરિક ધૂન વગાડી રાષ્ટ્રપતિ પાસે પોતાના બેરેકમાં પરત ફરવા પરવાનગી માગે છે. (તસવીર-ANI)