Bengaluru Rains: બેંગલુરુમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો જળબંબાકાર, રસ્તાઓ પર હોડી ચાલી, જુઓ તસવીરો
Heavy Rains In Bengaluru: સોમવારે બેંગલુરુમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદ પડ્યો હતો અને રાહત કાર્ય માટે બોટ અને ટ્રેક્ટરને તૈનાત કરવા પડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહેરમાં અનેક તળાવો, નાળાઓ છલકાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આ ભારે વરસાદને કારણે બેંગ્લોરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. શહેરમાં હજારો ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કાર પણ ડૂબી ગઈ છે. અધિકારીઓએ કહ્યું છે કે પૂરના પાણીના પ્રવાહને અટકાવતા અવરોધોને ઝડપથી દૂર કરવામાં આવશે.
બેંગ્લોરમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. શું ઘરો છે, શું રસ્તાઓ છે, વાહનો છે બધા ડૂબી ગયા છે. શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે ત્યાંથી લોકોને બચાવવા માટે બોટની મદદ લેવામાં આવી રહી છે.
શહેરના અનેક ચોકો પર ટ્રાફિક જામ પણ થયો છે. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે બેંગલુરુમાં ભારે વરસાદ બાદ ભારે જળબંબાકાર જોવા મળી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં પાણીના સ્તરમાં વધારો થતાં લોકોને ત્યાંથી બચાવવા માટે બોટ તૈનાત કરવામાં આવી છે.
સરજાપુર રોડ પર રેમ્બો ડ્રાઇવ લેઆઉટ અને સન્ની બ્રૂક્સ લેઆઉટ સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે કે સવારના સમયે વિદ્યાર્થીઓ અને ઓફિસ જનારાઓને બહાર કાઢવા માટે બોટ અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. આઉટર રિંગ રોડ પરના ઘણા વિસ્તારોમાંથી એવા અહેવાલો છે કે વરસાદ અને પૂરના કારણે ઘણી આઈટી કંપનીઓના કામને પણ અસર થઈ છે.
ભારે વરસાદના કારણે શહેરના તમામ માર્ગો પર પાણી ભરાયા છે. જેના કારણે માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. શહેરના સાંકડા રસ્તાઓ પર કેટલાય કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
બેંગ્લોરમાં ભારે વરસાદને કારણે લોકો અને પશુઓનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. શહેરમાં આવા અનેક પશુઓ છે જે વરસાદી પાણીમાં ફસાઈ ગયા છે. વહીવટીતંત્ર તે પ્રાણીઓને સલામત રીતે બહાર કાઢવા માટે બોટનો ઉપયોગ કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યું છે. પોલીસ અને NDRFની ટીમ પાણીમાં ફસાયેલા તમામ લોકોને મદદ કરવામાં વ્યસ્ત છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું કે બેંગલુરુમાં ભારે વરસાદને જોતા તેમણે બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે અધિકારીઓને શહેરના મહાદેવપુરા અને બોમ્મનહલ્લી વિસ્તારોમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)ની બે ટીમો તૈનાત કરવા જણાવ્યું છે. આ સાથે જ તેમણે અધિકારીઓને પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાંથી વહેલામાં વહેલી તકે પાણી કાઢવાનો નિર્દેશ પણ આપ્યો છે.