Bengaluru Rains: પુરના કારણે ઠપ્પ થઈ ટેક સીટી બેંગ્લોર, લોકોના રેસ્ક્યુ માટે ટ્રેક્ટરનો સહારો, જુઓ ફોટો
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓએ મંગળવારે રજા જાહેર કરી હતી, જ્યારે કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન, રસ્તાઓ, શેરીઓ અને પોશ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ છે. મોંઘીદાટ કાર અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે અને આલીશાન રૂમની સામે પણ આ જ દ્રશ્ય જોવા મળે છે.
મંગળવારે દેશની આઈટી રાજધાની તરીકે જાણીતા શહેરમાં ઘૂંટણ ઊંડા પાણીમાંથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકો તેમના વાહનોને પાણી ભરાયેલા રસ્તાઓ અને રાહદારીઓ પર દબાણ કરતા જોવા મળ્યા હતા.
દરમિયાન શહેરના સિદ્ધપુરામાં વીજ કરંટ લાગતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. સીએમ બોમાઈએ કહ્યું કે, છેલ્લા 90 વર્ષમાં કર્ણાટકમાં આટલો અણધાર્યો વરસાદ થયો નથી. તમામ જળાશયો ભરાઈ ગયા છે અને ક્ષમતા કરતા વધુ પાણી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ મંગળવારે બેંગલુરુમાં પાણી ભરાવા માટે અણધાર્યા વરસાદ અને અગાઉની કોંગ્રેસ સરકારોના કુશાસનને જવાબદાર ઠેરવ્યા હતા.
બોમાઈએ કહ્યું કે, બે ઝોનમાં સમસ્યા છે જેના કેટલાક કારણો છે. મહાદેવપુરામાં 69 તળાવો છે અને તમામ ભરાઈ ગયા છે. બીજું, તમામ સંસ્થાઓ નીચાણવાળા વિસ્તારોમાં છે અને ત્યાં લોકોએ જબરદસ્ત અતિક્રમણ કર્યું છે.
સીએમ બોમાઈએ કહ્યું કે તેમની સરકારે આ પુરને પડકાર તરીકે લીધું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીઓ, એન્જિનિયરો અને કર્મચારીઓ 24 કલાક કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ હાલની સમસ્યા માટે અગાઉની કોંગ્રેસ સરકારોના ગેરવહીવટ અને બિનઆયોજિત વહીવટને જવાબદાર ઠેરવ્યો છે.
રાજ્યની રાજધાનીના કેટલાક વિસ્તારોમાં 1 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય કરતાં 150 ટકા વધુ વરસાદ નોંધાયો છે. મહાદેવપુરા, બોમ્મનહલ્લી અને કેઆરપુરમમાં 307 ટકા વધુ વરસાદ થયો છે.