દિલ્હીમાં નોંધાયા બ્લેક ફંગસના 700થી વધુ કેસ, જાણો હરિયાણાથી લઇને પંજાબ, એમપી સહિતના રાજ્યોનો શું છે હાલ.....
Black Fungus Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરના પ્રકોપ બાદ હવે બ્લેક ફંગસે કાળો કેર વર્તાવ્યો છે. બ્લેક ફંગસ એટલે કે મ્યૂકૉરમાયકૉસીસને કેટલાક રાજ્યોએ મહામારી પણ જાહેર કરી દીધી છે. પરંતુ ખાસ વાત છે કે દેશમાં મ્યૂકૉરમાયકૉસીસનો કેર સતત વધી રહ્યો છે, સૌથી વધુ રાજધાની દિલ્હીમાં હાલની સ્થિતમાં 700 થી વધુ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. જાણો દેશના રાજ્યોમાં બ્લેક ફંગથી કેવો છે હાલ........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી- રાજધાની દિલ્હીમાં બ્લેક ફંગસના 700થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. વર્તમાનમાં 100થી વધુ દર્દીઓનો ઇલાજ એઇમ્સમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત 110 દર્દીઓનો ઇલાજ જીટીબી હૉસ્પીટલમાં, 90નો સર ગંગા રામમાં, 82નો લોક નાયકમાં, 47નો મેક્સ સાકેતમાં અને 25 દર્દીઓનો સેન્ટ સ્ટીફિનમાં ચાલી રહ્યો છે.
પંજાબ- પંજાબમાં બ્લેક ફંગસે અત્યાર સુધી 43 લોકોનો જીવ લઇ લીધો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બલવીર સિંહ સિદ્ધૂએ જણાવ્યુ કે રાજ્યમાં બ્લેક ફંગસના કુલ 300 કેસો સામે આવ્યા છે. જેમાં 23 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 234નો હજુ સુધી ઇલાજ ચાલી રહ્યો છે. રાજ્યમાં બ્લેક ફંગસના જે 300 કેસો સામે આવ્યા છે તેમાંથી 259 દર્દીઓ પંજાબના છે જ્યારે 41 અન્ય રાજ્યોના છે.
હરિયાણા- હરિયાણામાં બ્લેક ફંગસના કારણે અત્યાર સુધી 75 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 734થી વધુ લોકોનો રાજ્યમાં જુદીજુદી હૉસ્પીટલોમાં ઇલાજ ચાલી રહ્યો છે. સરકારે જણાવ્યુ કે, અત્યાર સુધી હરિયાણામાં બ્લેક ફંગસના કુલ 927 કેસો સામે આવી ચૂક્યા છે. આમાંથી સૌથી વધુ ગુરુગ્રામ જિલ્લામાં 242, રોહતકમાં 214 અને હિસારમાં 211 કેસો સામેલ છે.
ઉત્તરાખંડ- ઉત્તરાખંડમાં બ્લેક ફંગસના વધુ 7 કેસ સામે આવ્યા છે, જ્યારે સાત દર્દીઓ જીવ ગુમાવી ચૂક્યા છે. આ રોગથી પીડિત અત્યાર સુધી 244 દર્દીઓ મળ્યા છે. જેમાંથી 27ના મૃત્યુ થઇ ચૂક્યા છે.
હિમાચલ પ્રદેશ- હિમાચલ પ્રદેશમાં બુધવારે કોરોનાના 29 દર્દીઓના મોત થયા હતા, જેમાંથી ચાર દર્દી બ્લેક ફંગસ સંક્રમણથી પીડિત હતા. અધિકારીએ જણાવ્યુ કે, જીવ ગુમાવનારા કાંગડા ના બે દર્દીઓ અને સોલન અને હમીરપુરના એક-એક દર્દી બ્લેક ફંગસની ઝપેટમાં આવ્યા હતા.
મધ્યપ્રદેશ- મધ્યપ્રદેશના ઇન્દોરમાં શાસકીય મહારાજા યશવંતરાય ચિકિત્સાલય (એમવાયએચ)માં છેલ્લા 20 દિવસની અંદર આ બિમારીના 32 દર્દીઓના મોત થઇ ગયા છે. એમવાયએચ, રાજ્યમા બ્લેક ફંગસનો ઇલાજ કરનારી સૌથી વ્યસ્ત હૉસ્પીટલ છે. જ્યાં ઇન્દોર ઉપરાંત અન્ય જિલ્લાઓના દર્દીઓ પણ ભરતી છે. હૉસ્પીટલમાં કુલ 439 દર્દીઓ ભરતી થઇ ચૂક્યા છે. આમાંથી 84 લોકોને ઇલાજ બાદ છુટ્ટી આપી દેવામાં આવી છે, જ્યારે 32 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.