'મુજે ક્યો તોડા', સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે BoycottMaldives, વાયરલ થઇ રહેલા મીમ્સ જોઇને હંસી પડશો તમે.....

Boycott Maldives Hashtag: હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી, ત્યાર બાદ તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ સમગ્ર વિવાદ માલદીવના મંત્રીઓની ટિપ્પણી બાદ શરૂ થયો હતો. હવે ટ્વીટર પર યૂઝર્સ આ વિવાદને લઇને મીમ્સ વાયરલ કરી રહ્યાં છે જે ખુબ જ રમૂજ ઉપજાવે તેવા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
'BoycottMaldives' સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ માલદીવના નેતાઓની ટિપ્પણીઓ આ તણાવનું કારણ બની હતી. હવે સોશિયલ મીડિયા યૂઝર્સ આ પર જોરદાર કૉમેન્ટ કરી રહ્યા છે.

બિહુ નામના યૂઝરે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર લખ્યું કે તેઓ ઇન્ડિયા આઉટ કહે છે, પરંતુ હવે માલદીવ અમારા માટે કંઈ નથી. શા માટે બહાર જાઓ... explore India...
આ ઉપરાંત અરુણ ગુપ્તા નામના યૂઝરે એક વીડિયો શેર કરતા કહ્યું કે આ માલદીવનો અસલી ચહેરો છે, અહીં જવાનું ટાળવું જોઈએ. આ સાથે યૂઝરે Maldives Out ના હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.
અન્ય એક યૂઝરે 'X' પર લખ્યું કે માલદીવ ભારતીયો માટે સુરક્ષિત નથી... આ ઉપરાંત યૂઝરે Maldives Out અને અન્ય હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.
યૂઝર વિશ્વનાથ બેહેરાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આ સમગ્ર માહોલમાં ટ્રાવેલ એપ્સને અનઇન્સ્ટૉલ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે... ટ્રાવેલ એપ્સની પ્રતિક્રિયા કંઈક આવી છે - Mujhe Kyu Toda?