Bundelkhand Expressway : જુઓ દેશના ત્રીજા સૌથી મોટા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના શાનદાર Photos
Bundelkhand Expressway Photos : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવાના ઉદ્દેશ્ય સાથે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App29 ફેબ્રુઆરી 2020ના રોજ વડાપ્રધાન મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણની આધારશીલા રાખી હતી અને કામનો આરંભ કરાવ્યો હતો.
બૂંદેલખંડ એક્સપ્રેસ-વે ઉત્તરપ્રદેશના 7 જિલ્લાઓ ચિત્રકૂટ, ઇટાવા, ઔરૈયા, જાલૌન, હમીરપુર, મહોબા અને બાંદામાંથી પસાર થાય છે.
296 કિલોમીટર લંબાઈ ધરાવતો બૂંદેલખંડ એક્સપ્રેસ-વે દેશનો ત્રીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે છે.
ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના નેજા હેઠળ લગભગ રૂ.14,850 કરોડના ખર્ચે બૂંદેલખંડ એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યી છે.
બૂંદેલખંડ એક્સપ્રેસ-વે હાલ ફોર-લેન એક્સપ્રેસ-વે છે અને બાદમાં તેનું સિક્સ-લેન સુધી વિસ્તરણ કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવાની સાથે બુંદેલખંડ એક્સપ્રેસ-વે આર્થિક વિકાસને પણ વેગ આપશે, જેના પરિણામે સ્થાનિક લોકો માટે હજારો નોકરીઓનું સર્જન થશે.
બુંદેલખંડ એક્સપ્રેસ-વેની બાજુમાં બાંદા અને જાલૌન જિલ્લામાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.
ચિત્રકૂટથી દિલ્હીના અંતર પર નજર કરીએ તો હજુ સુધી કોઈ સીધો માર્ગ નથી, જેના કારણે ચિત્રકૂટથી દિલ્હીની મુસાફરીમાં 10 કલાકથી વધુ સમય લાગે છે. હવે બુંદેલખંડ એક્સપ્રેસ-વે શરૂ થતાં દિલ્હીનું અંતર ઘટીને 7 કલાક થઈ જશે.
296 કિમીનો બુંદેલખંડ એક્સપ્રેસવે 135 કિમીનો આગ્રા-લખનૌ એક્સપ્રેસવે, 165 કિમીનો યમુના એક્સપ્રેસવે, 24 કિમી નોઈડા-ગ્રેટર નોઈડા અને 9 કિમીનો ડીએનડી ફ્લાયવેને જોડતા કુલ અંતર 630 કિમી છે, જે લગભગ સાત કલાકમાં કવર કરી શકાશે.