Bundelkhand Expressway: PM મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું કર્યુ ઉદ્ઘાટન, 296 કિમી લાંબા હાઈવેની આ છે ખાસિયત
PM નરેન્દ્ર મોદીએ શનિવારે જાલૌનમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. તેઓ સવારે એક વિશેષ વિમાન દ્વારા કાનપુર એરપોર્ટ પહોંચ્યા જ્યાં સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું. જે બાદ તે જાલૌન જવા રવાના થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુંદેલખંડ એક્સપ્રેસવે પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક છે, જેનો શિલાન્યાસ તેમણે બે વર્ષ પહેલા કર્યો હતો.
296 કિલોમીટરના ત્રિજ્યામાં ફેલાયેલો એક્સપ્રેસ વે હવે દિલ્હીથી ચિત્રકૂટનો સમય લગભગ અડધો કાપશે. જ્યાં પહેલા 12 થી 14 કલાકનો સમય લાગતો હતો, હવે આ અંતર 6 કલાકમાં પૂર્ણ થશે.
આ એક્સપ્રેસ વેની જમીન ખરીદવામાં રૂ. 2200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને બાંધકામ માટે રૂ. 14,850 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
એક્સપ્રેસ વેની બીજી વિશેષતા એ છે કે તેમાં 15 થી વધુ ફ્લાયઓવર, 10 થી વધુ મોટા પુલ, 250 થી વધુ નાના પુલ, 6 ટોલ પ્લાઝા અને ચાર રેલવે બ્રિજ છે.
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ