International Yoga Day 2022: રેલવે સ્ટેશન પર કર્મચારીઓએ કર્યા યોગ, જુઓ તસવીરો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022 )દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે. વિશ્વ આ વર્ષે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. દર વર્ષે આ દિવસે લોકો મોટી જગ્યાઓ પર ભેગા થાય છે અને સાથે યોગ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈમાં આજે સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.
યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરરોજ યોગ કરવાથી તમારા જીવન પર સકારાત્મક અસર પડે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી થઈ હતી. 27 સપ્ટેમ્બર 2014ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, તેમણે યોગનો ઉલ્લેખ કરતા સાથે મળીને યોગ કરવાની વાત કરી હતી. જે પછી 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેરાત કરી કે તે 21 જૂને યોજાશે.
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ