Photos: શ્રાવણના વરસાદી માહોલમાં આ પાંચ સ્થળોની લો મુલાકાત, માણવા મળશે પ્રકૃતિનો આનંદ, જુઓ
Monsoon Tour Photos: ચોમાસાની ઋતુ અને વરસતો વરસાદ... ખુલ્લા આકાશની ખીણો કોને ન ગમે ! આ દિવસોમાં દરેક વ્યક્તિ પોતાના મિત્રો અને પરિવાર સાથે ફરવાનું પ્લાનિંગ કરે છે, પરંતુ ઘણા લોકોને કેટલીક જગ્યાઓ વિશે સારી જાણકારી હોય છે, જ્યારે કેટલાક લોકો ઘણી જગ્યાઓથી અજાણ હોય છે. જો તમે પવિત્ર શ્રાવણ માસમાં ક્યાંક ફરવાનું પ્લાનિંગ બનાવી રહ્યાં છો, તો તમારા માટે કેટલીક જગ્યાઓ બેસ્ટ છે, ચાલો આજે તમને ફરવા માટેના આવા ખાસ રમણીય અને આનંદદાયક સ્થળો વિશે માહિતી આપીએ.... જ્યાં તમે તમારા મિત્રો અને પરિવાર સાથે શ્રાવણમાં સુંદર પ્રકૃતિનો આનંદ માણી શકો છો. જ્યાં કેટલાક લોકો ભૂસ્ખલનથી ડરતા હોય છે તો કેટલાક લોકો આ સિઝનમાં એડવેન્ચર કરવાનું પણ પસંદ કરે છે. જુઓ તસવીરો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુલ્લૂ મનાલીઃ- જો તમે ઓગસ્ટની સિઝનમાં પહાડોના પવનનો આનંદ લેવા માંગતા હોવ તો કુલ્લૂ મનાલી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં તમે તમારા પરિવાર અને મિત્રો સાથે એડવેન્ચર સ્પૉર્ટ્સની મજા માણી શકો છો.
ચેરાપૂંજીઃ- જો તમે વરસાદની સિઝનમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય અને ચેરાપૂંજીનું નામ ના આવે તો કંઈક અધૂરું લાગે છે. તમને જણાવી દઈએ કે આ સ્થળ તેના આકર્ષક સ્થળો માટે પ્રખ્યાત છે જેમાં ડબલ ડેકર લિવિંગ રુટ બ્રિજ, નોહકાલીકાઈ ફૉલ્સ, માવસ્માઈ ગુફા વગેરેનો સમાવેશ થાય છે.
માઉન્ટ આબુઃ- જો તમે દિલ્હીમાં રહેતા હોય તો રાજસ્થાનનું એક હિલ સ્ટેશન માઉન્ટ આબુ તમારા શહેરથી માત્ર થોડા કલાકોના અંતરે છે. તમારા માટે ફરવા માટે પણ આ એક સારો વિકલ્પ છે.
મથુરાઃ- જો તમે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાના શોખીન છો, તો ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરા, વૃંદાવન પણ તમારા માટે યોગ્ય વિકલ્પ સાબિત થશે. અહીં તમે મંદિરોની મુલાકાતની સાથે સાંજે યમુના તટની આરતીમાં પણ હાજરી આપી શકો છો.
જયપુરઃ- પિંક સિટીના નામથી પ્રખ્યાત જયપુર રાજસ્થાનમાં આવેલું છે. પ્રવાસન માટે પણ આ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમે જલ મહેલ, જંતર મંતર, હવા મહેલ, મંદિર પેલેસ, લક્ષ્મી નારાયણ મંદિર, સિટી પેલેસ, આમેર ફોર્ટ, જયગઢ કિલ્લો, રામબાગ પેલેસની મુલાકાત લઈ શકો છો.
લોનાવલાઃ- લોનાવાલા મુંબઈ અને પુણેની વચ્ચે આવેલું એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમે તમારા પરિવાર અને મિત્રો સાથે આ જગ્યાએ આવી શકો છો. અહીં તમને પહાડોની સાથે અનેક ધોધ પણ જોવા મળશે.