Coronavirus: આ કારણે થાય છે કોવિડના દર્દીઓને છાતીમાં દુખાવો, આપ પણ કારણો જાણી લો
કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો હતો. બીજી લહેરમાં મ્યૂટન્ટના કારણે કોવિડના પહેલી લહેરની સરખામણી લક્ષણો ખૂબ જ જુદા જોવા મળે છે. કોવિડના દર્દીઓને છાતીમાં દુખાવોની પણ ફરિયાદ રહે છે. કોવિડના દર્દીને છાતીમાં દુખાવો થવા પાછળનું શું કારણ છે જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણ સૌથી વધુ પ્રભાવિત ફેફસાને કરે છે. આ કારણે સંક્રમિત લોકોના ફેફસાંમાં સોજો આવી જાય છે અને તેના કારણે કોવિડ સંક્રમિત વ્યક્તિને છાતી દર્દ થાય છે.
કોરોના મુખ્ય લક્ષણોમાં એક છે. સૂકી ખાંસી દર્દીને સતત ઉઘરસ આવવવાથી છાતીની માંસપેશી નબળી થઇ જાય છે. તો લાંબા સમયની ખાંસી પણ છાતીમાં દુખાવાનું એક કારણ બને છે.
કોવિડના દર્દીને છાતીમાં દુખાવો થવાની સાથે કોવિડ ન્યુમોનિયા પણ થઇ શકે છે. ન્યૂમોનિયાના કારણે ફેફસામાં મોજૂદ વાયુથેલીમાં સોજો આવી જાય છે. જેના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે.
પલ્મોનરી એમ્બોલિજના કારણે પણ ચેસ્ટ પેઇન થાય છે.આ એક હાર્ટ પ્રોબ્લેમ છે. જેમો ફેફસામં સુધી બ્લડ લઇ જતી નસોમાં ક્લોટિંગ થઇ જાય છે. જેના કારણે ફેફસામાં લોહી નથી પહોંચતું આ કારણે પણ છાતીમાં દુખાવો થાય છે.
જો આપ કોવિડ સંક્રમિત છો કે પછી રિકવર થઇ ચૂકયાં છો. આ બંને સ્થિતિમાં જો છાતીમાં દુખાવો થતો હોય તો તેને બિલકુલ નજર અંદાજ ન કરવો. તેના હાર્ટ અટેક પણ આવી શકે છે તો છાતી દુખાવીની ફરિયાદ અનુભવાતા તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો