કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
ભારતમાં જો એમઆરપીની વાત કરવામાં આવે તો વર્ષ 2006માં ગ્રાહક સંરક્ષણ અધિનિયમ હેઠળ ભારત સરકાર દ્વારા ઉત્પાદનો પર એમઆરપી લાગુ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ હજુ પણ ઘણા દુકાનદારો એવા છે જે ગ્રાહકોને એમઆરપી કરતાં વધુ કિંમતે સામાન વેચે છે. જણાવી દઈએ કે આવું કરવું ગેરકાયદેસર છે. જો કોઈ તમને એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ વસ્તુ વેચે છે તો તમે તેને એમઆરપીના નિયમ વિશે જણાવી શકો છો. આમ છતાં જો દુકાનદાર હજુ પણ તમારી પાસેથી વધુ પૈસા માંગે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકાય છે, તે આવા કેસોમાં ચાલો તમને જણાવીએ છીએ.
જો કોઈપણ દુકાનદાર તમારી પાસેથી કોઈ વસ્તુ માટે એમઆરપી કરતાં વધુ કિંમત માંગી રહ્યો છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રાહકો સાથે સંબંધિત મામલાઓ માટે વર્ષ 1986માં ગ્રાહક સંરક્ષણ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. જેના માટે વર્ષ 2019માં ફરીથી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેણે ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 1986નું સ્થાન લીધું. કોઈપણ ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટમાં દુકાનદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. આ માટે ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકાય છે.
ઓનલાઇન ફરિયાદ નોંધાવવા માટે ગ્રાહકોએ https://consumerhelpline.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ અહીં એકાઉન્ટ બનાવવું પડશે. તમામ માહિતી સાથે એકાઉન્ટ બનાવ્યા પછી સાઇન ઇન કરવું પડશે. પછી જે પ્રકારનું પ્રોડક્ટ છે, જે કંપની પાસેથી લેવામાં આવ્યું છે, શું ફરિયાદ છે તે તમામ માહિતી વિસ્તૃતપણે સપોર્ટિંગ દસ્તાવેજો સાથે સબમિટ કરવી પડશે. ફરિયાદ સાચી જણાશે તો દુકાનદાર પર કાર્યવાહી કરવામાં આવશે.
ઓનલાઇન વેબસાઇટ દ્વારા ફરિયાદ કરવા ઉપરાંત ગ્રાહક ગ્રાહક ફોરમના ટોલ ફ્રી નંબર 1800 11 4000 અથવા 1915 પર પણ કૉલ કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત 14404 પર પણ કૉલ કરીને ફરિયાદ કરી શકાય છે.
તો તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનની એપ્લિકેશન દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત તમે ગ્રાહક બાબતોના વિભાગની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 8800001915 પર વોટ્સએપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.