Supriya Shrinate : કોંગ્રેસે સુપ્રિયા શ્રીનેતને મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના હેડ, Photosમાં જાણો તેમના વિશે
Supriya Shrinate : કોંગ્રેસે સુપ્રિયા શ્રીનેતને પાર્ટીના સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયાએ 2019ની લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશની મહારાજગંજ સંસદીય બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી, પરંતુ તે ચૂંટણી હારી ગયા હતા.
રાજકારણમાં આવતા પહેલા સુપ્રિયા પત્રકારત્વ સાથે સંકળાયેલા હતા અને આ દરમિયાન તેણે લગભગ 17 વર્ષ સુધી અલગ-અલગ સંસ્થાઓમાં કામ કર્યું.
રાજકારણમાં જોડાતા પહેલા સુપ્રિયા ET Now ચેનલ માટે એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરતા હતા.
માર્ચ 2019માં કોંગ્રેસમાંથી ટિકિટ મળતાં તેમણે નોકરી છોડી દીધી હતી.
સુપ્રિયા ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવી રહી છે.
સુપ્રિયાના પિતા હર્ષવર્ધન પણ કોંગ્રેસના પૂર્વ સાંસદ હતા. તેમના પિતાએ 2014માં મહારાજગંજ સીટ પરથી બીજેપી નેતા પંકજ ચૌધરીને હરાવ્યા હતા. હર્ષવર્ધન આ બેઠક પરથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે.