32 વર્ષની ઉંમરે 10 પ્રાઈવેટ જેટની માલિક છે આ યુવતી, જીવે છે લક્ઝરીયસ લાઈફ
ભારતની સૌથી મોટી ખાનગી જેટ કંપનીના માલિક છે કનિકા ટેકરીવાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાત્ર 32 વર્ષની ઉંમરે તેની પાસે 10 પ્રાઈવેટ જેટ છે
તેણે 22 વર્ષની ઉંમરે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.
તેમની કંપની JetSetGo ને ઉબર ઓફ ધ સ્કાય કહેવામાં આવે છે.
દિલ્હીની રહેવાસી કનિકાએ એવિએશન ઈન્ડસ્ટ્રીમાં નવું સ્થાન હાંસલ કર્યું છે. તે માત્ર 21 વર્ષની ઉંમરે કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની હતી, પરંતુ તે પછી તેણે જે કર્યું તે ખૂબ જ હેરાન કરી દે તેવું છે.
10 વર્ષમાં, કનિકાએ તેના સ્ટાર્ટઅપને ઊંચી ઉડાન આપી છે અને આજે તે JetsetGoના ફાઉન્ડર CEO તરીકે પોસ્ટેડ છે. તેમની કંપની માલિકો માટે પ્લેનનું સંચાલન અને મેન્ટેનસ કરે છે. તેમજ જેટસેટગો હેલિકોપ્ટર, જેટ, એરક્રાફ્ટ ભાડે આપે છે. તેમની કંપની પ્લેનના મેનેજમેન્ટ, પાર્ટસ અને સર્વિસનું પણ કામ કરે છે.
કનિકાને તેની બીમારી વિશે વર્ષ 2011માં ખબર પડી હતી. આ પછી લગભગ એક વર્ષ સુધી તેની સારવાર ચાલી અને આ દરમિયાન તેણે પોતાના મિશન વિશે વિચાર્યું. તેણી કહે છે કે કેન્સરે મને એક વર્ષ પાછળ ધકેલી દીધી હતી પરંતુ સારી વાત એ છે કે ત્યાં સુધી દેશમાં આવું કંઈ કરવાનું કોઈએ વિચાર્યું ન હતું. સ્વસ્થ થતાં જ કનિકા કામમાં લાગી ગઈ અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું.