Photos: આસામમાં પૂરને કારણે ભયાનક સ્થિતિ, સેનાએ 4 દિવસમાં 4500થી વધુ લોકોને બચાવ્યા, તસવીરોમાં જુઓ તબાહીનાં દ્રશ્યો
આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. પૂરમાં ચાર બાળકો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સાથે પૂરમાં મૃત્યુઆંક વધીને 25 થઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસામના 7 જિલ્લામાં સતત ચોથા દિવસે ભારતીય સેનાનું પૂર બચાવ અભિયાન ચાલુ છે.
ગંભીર દર્દીઓ, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત લગભગ 4,500 ફસાયેલા સ્થાનિક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગુવાહાટી પીઆરઓ ડિફેન્સે માહિતી આપી હતી કે રાહત શિબિરોને રાહત સામગ્રીનો સમયસર પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.
આસામના ડિબ્રુગઢના રોહમોરિયા ખાતે બ્રહ્મપુત્રા નદીમાં હોડી ડૂબી જવાની ઘટનામાં 5 લોકો લાપતા છે. ASP બિતુલ ચેટિયાએ જણાવ્યું કે, 19 જૂનના રોજ સવારે 9 લોકો બોટમાં આવી રહ્યા હતા, બોટ ડૂબી ગઈ. 4 લોકોને બચાવી લેવાયા. બાકીના લોકોની શોધ ચાલુ છે. NDRF અને SDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
અધિકારીએ કહ્યું કે નજીકના ભૂટાનમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, તેથી અમારો જિલ્લો પણ પ્રભાવિત થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જો કે પૂરથી અસરગ્રસ્તો માટે ભોજન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી છે.
આસામમાં અવિરત વરસાદને કારણે 32 જિલ્લાઓમાં 31 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે લગભગ 1.56 લાખ લોકોને 514 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.
પાણીનું સ્તર વધવાને કારણે અનેક રસ્તાઓને નુકસાન થયું છે. બ્રહ્મપુત્રા, ગૌરાંગ, કોપિલી, માનસ અને પાગલાડિયા નદીઓનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે.