લાચારી, આંસૂ અને વેદના: આપને રડાવી દેશે આ તસવીરો
દેશમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે. દર્દીઓની સંખ્યા 3 લાખથી વધુ થઇ ગઇ છે. હાલત એ છે કે, લોકોને ઇલાજ માટે હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશની આ તસવીરો દરેક વ્યક્તિની સંવેદના ઝંઝોળી દે છે. લોકોને હોસ્પિટલમાં ઓક્સિજન નથી મળી રહ્યો. હોસ્પિટલની બહાર પણ કંઇક આવા દ્રશ્યો છે.
દેશભરમાં બસ આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જ્યાં સ્વજનની જિંદગી માટે પરિજનનો સંઘર્ષ અને તેની સામે સિસ્ટમની નિષ્ફળતા જોવા મળી રહી છે.
આ સળગતી ચિંતા કહી કહી છે કે. દેશમાં એક એવી બીમારીએ દસ્તક દીધી છે. જેને માટે હજુ દેશને ઘણી તૈયારીઓ કરવાની જરૂર હતી.
દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને જોતા દિલ્લી, કર્ણાટકમાં લોકડાઉન કરી દેવાયું છે પરંતુ તેમ છતાં પણ કેસ ઓછા થવાનું નામ નથી લેતા...
દિલ્લીની એક નહી અનેક હોસ્પિટલમાં ઓક્સિજન ખતમ થવાની રોજ રજૂઆતો થતી રહે છે. દિલ્લી પોલીસે હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે.
દિલ્લીની શાંતિ મુકંદ હોસ્પિટલમાં માત્ર 2 કલાકનો જ ઓક્સિજન બચ્યો હતો. ત્યારબાદ દિલ્લી પોલીસે મોદીનગરથી ઓક્સિનજની વ્યવસ્થા કરાવી.
મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અહીં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કર્ફ્યુના સખ્ત નિયમો ઘડ્યાં છે પરંતુ પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે
ઉત્તરપ્રદેશની સ્થતિ પણ ચિંતાજનક છે. અહીં પણ હોસ્પિટલ હાઉસ ફુલ છે તો હોસ્પિટલની બહાર એમ્બલ્યુલન્સની લાઇન અને સ્મશાનમાં મૃતદેહની કતાર... દરેક દ્રશ્યો માનવતા પર આઘાત સમાન છે.