કોરોનાના વેક્સિનેશન બાદ જોવા મળી આ સમસ્યા, રસી બાદ જો દેખાય આવા લક્ષણો તો થઇ જાવ સાવધાન
કોરોનાની બીજી લહેરની સાથે દેશમાં વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે. આ વર્ષે એસ્ટ્રેજેનેકા-ઓક્સફોર્ડ વેક્સિન (જેનું ભારતમાં નામ કોવિશીલ્ડ છે) જેને લઇને કેટલાક દેશમાં એડવાઝરી જાહેર કરાઇ હતી. કારણે કે, કેટલાક કિસ્સામાં વેક્સિન બાદ બ્લડ ક્લોટિંગની સમસ્યા સામે આવી હતી. આ મુદે રિસર્ચ થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App3 એપ્રિલ 2021 સુધીમાં કુલ 498 કેસનું અધ્યન કરવામાં આવ્યું. જેમાં 26 લોકોને વેક્સિન બાદ બ્લડક્લોટિંગની સમસ્યા થઇ હતી. આ લક્ષણ કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ થયા હતા, જો કે ભારતમાં બ્લડ ક્લોટિંગના કેસ બહુ ઓછા સામે આવ્યાં છે. ભારતમાં પ્રતિ 6 લાખ 0.6 કેસ હતા જ્યારે બ્રિટનમાં દસ લાખે 4 કેસ હતા.
કોવિશીલ્ડ બાદ કેટલાક કેસમાં બ્લડ ક્લોટિંગની ફરિયાદ સામે આવતાં સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઇઝરી જારી કરી છે. રસી લીધા બાદ 20 દિવસની અંદર આવા લક્ષણો દેખાયા તો હોસ્પિટલને સૂચિત કરી શકાય છે.
વેક્સિન લીધા બાદ છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, હાથમાં સોજો અથવા અસહ્ય દુખાવો, પેટમાં દુખાવો, ઉલ્ટી થવી, આંખોમાં દુખાવો જેવા કોઇ પણ લક્ષણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ અપાઇ છે. જો કે કમિટી રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોવિશીલ્ડ અસરકારક વેક્સિન છે અને તે વાયરસ સામે રક્ષણ આપવા માટે કારગર છે.