whoના ચીફ સાયન્ટિસ્ટે કોરોના મહામારી મુદ્દે ભારતને શું આપી ગંભીર ચેતાવણી,જાણો
કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં તબાહી મચાવી છે, રોજ અંદાજિત 4000 સંક્રમિતોના મોત થઇ રહ્યાં છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન whoના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને ચેતાવણી જાહેર કરી છે કે, આવનાર સમયમાં હજું પણ કોવિડની આવનાર લહેર દેશ માટે એક પડકારરૂપ સાબિત થશે. તેથી આવનાર 6 થી12 મહિના ભારત માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, આવનાર સમય દેશ માટે કેવો રહેશે તે વાયરસના મ્યુટન્ટ પર આધાર રાખે છે. વેરિયન્ટની સામે દેશી ક્ષમતા અને વેક્સિસથી બનતી ઇમ્યુનિટી કેટલા સમય લોકોને વાયરસથી રક્ષણ આપી શકે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, આ મહમારીનો અંત ચોક્કસ થશે. 2021ના અંત સુધીમાં જ્યારે 30 ટકા આબાદી વેક્સિનેટ થઇ જશે તો કોવિડથી મોતને આપણે ઘટાડી શકીશું. 2022માં વેક્સિનેશનમાં તેજી આવતા સ્થિતિ વધુ સુધરશે.
ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, આવનાર 6થી 12 મહિના ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોવિડ-19ની માહમારીના હજું અનેક મુશ્કેલ પડાવ બાકી છે. B1.617 વેરિયન્ટ સંક્રમક છે વેરિયન્ટ મૂળ રીતે તો વાયરસના મ્યૂટન્ટ અથવા વિકસિત વર્જન હોય છે. તેના માટે વાયરસ જીનોમમાં પરિવર્તિત થતાં રહે છે. જે ખૂબ સામાન્ય વાત છે. RNA વાયરસ જેમ જેમ મલ્ટીપ્લાય થાય છે. તેમ તેમ વાયરસને તેમની નકલ (રેપ્લીકેન્ટ) કરવામાં મદદ મળે છે. જે વાયરસમાં થોડા બદલાવ લાવે છે. આ એક એરર છે. જેનું કોઇ ખાસ મહત્વ નથી. તે કોઇ પણ રીતે વાયરસને પ્રભાવિત નથી કરતો.
whoએ વેરિયન્ટ ઓફ કન્સર્નનાં ચાર વેરિયન્ટ સામેલ કર્યાં છે. તેમાં B 1.617 સૌથી નવો છે. જે સૌથી પહેલા ભારતમા આવ્યો હતો અને ત્યારબાદ 50 દેશોમાં ફેલાયો હતો. ડો સ્વામીનાથનને કહ્યું કે, B 1.617 નિશ્ચિતપણે સૌથી સંક્રમક વેરિયન્ટ છે. તે ઓરિજનલ સ્ટ્રનથી દોઢ ગણો સંક્રામક હોઇ શકે છે. તે બ્રિટનમાં ફેલાયેલા B 117 વેરિયન્ટથી વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. જેના કારણે ભારતની બીજી લહેરમાં આ સ્થિતિ થઇ.