શું પ્રેગ્નન્ટ મહિલાઓએ લગાવી જોઇએ કોરોનાની વેક્સિન? ICMRએ શું આપ્યો જવાબ, જાણો
શું પ્રેગ્નન્ટ મહિલાએ કોરોનાની વેક્સિન લગાવી જોઇએ કે નહીં તેને લઇને અનેક સવાબ ઉઠી રહ્યાં છે. આ સ્થિતિમાં સરકારે એક વખત કહ્યું છે કે, પ્રેગ્નન્ટ મહિલાઓએ કોવિડની રસી લગાવવી જોઇએ કારણ કે તે ખૂબ જ ઉપયોગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના વાયરસ મહામારી પર જીત હાંસિલ કરવા માટે કેન્દ્ર સરકાર તેજીથી લોકોને વેક્સિનેટ કરી રહી છે. હાલ થોડા દિવસો પહેલા જ એક જ દિવસમાં 80 લાખ લોકોએ વેક્સિન લીધી હતી.
પ્રગ્નન્ટ મહિલાઓએ રસી લેવી જોઇએ કે નહીં આ મામલે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) એ જવાબ આપ્યો છે. ICMRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડ લાઇન છે કે, પ્રેગ્નન્ટ મહિલાઓએ વેક્સિન લેવી જોઇએ.
ડોક્ટર બલરામ ભાર્ગવે સ્ટડીનો હવાલો દેતા કહ્યું કે, સરકાર બહુ જલ્દી પ્રેગ્નન્ટ મહિલાઓના વેક્સિનેશન માટે ગાઇડલાઇન જાહેર કરશે. બીજી લહેરમાં પ્રેગ્નન્ટ મહિલાઓ પણ વધુ સંક્રમિત થઇ હતી.
બીજી લહેરમાં કોરોના વાયરસે તબાહી મચાવી હતી. સંક્રમિતો અને મોત બંને આંકડામાં મોટા પાયે વધારો જોવા મળ્યો હતો. હાલ સરકાર થર્ડ વેવના નુકસાનથી બચવા માટે ટૂક સમયમાં વધુમાં વધુ લોકોને વેક્સિનેટ કરવા જઇ રહી છે.